ગોંડલ નજીક લીલાખા પાસે આવેલા ભાદર-1નાં તમામ ર9 દરવાજા એક સપ્તાહમાં બીજી વખત 7.4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમનાં દરવાજા ખોલવામાં આવતા ભાદર નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. ભાદરનાં પાણીનો આ ધસમસતો પ્રવાહ ભાદર-રમાં આવતા ભૂખી ગામ પાસે આવેલા આ ડેમનાં આઠ દરવાજા આઠ ફૂટ ખોલવામાં આવતા આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા છે.
ભાદર કાંઠાના ગામોને તંત્રએ એલર્ટ કરી દીધા છે. પાણીની આવક થતાં કેટલાક ખેતરોમાં પાણી ઘુસી ગયા છે. ધારી પંથકમાં ભારે વરસાદ અને શેંત્રૂજી નદીનાં દરવાજા ખોલવામાં આવતા શેંત્રૂજી નદીમાં ઘોડાપૂર આવતા આ પાણી ધારીનાં ગામડાઓ સુધી પહોંચ્યુ છે. ખોડીયાર ડેમનાં ચાર દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવતા આ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે.