ગાંધીનગર:  રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા 127 બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. પોલીસ વિભાગની અખબારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે.  ગૃહ વિભાગ દ્વારા તમામ પીએસઆઇને બદલી ની જગ્યાએ તાત્કાલિકા હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.




આ પહેલાં 47 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી હતી. હવે 127 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે.  ઝાલા મહેંદ્રસિંહ જયેંદ્રસિંહની અમદાવાદ ગ્રામ્યમાંથી પશ્ચિમ કચ્છ-ભુજ બદલી કરાઈ છે. સુમેરા ખોડાભાઈ તેજાભાઈની અમદાવાદ ગ્રામ્યમાંથી સુરેન્દ્રનગરમાં બદલી કરવામાં આવી છે. ઝાલા સંજયસિંહ અજીતસિંહની આણંદથી ભાવનગર બદલી કરવામાં આવી છે. 




ગોહિલ જયેંદ્રકુમાર ઉદયસિંહની રાજકોટ ગ્રામ્યમાંથી વડોદરા ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે. ચૌહાણ વિનોદકુમાર બળવંતભાઈની રાજકોટ ગ્રામ્યમાંથી વડોદરા ગ્રામ્યમાં બદલી કરાઈ છે. ચુડાસમા યોગેંદ્ર સિંહ સતુભાની સુરેન્દ્રનગરમાંથી અમદાવાદ શહેરમાં બદલી કરાઈ છે.  




ગઢવી જબર કમલેશભાઈની રાજકોટ શહેરમાંથી મહેસાણા બદલી કરવામાં આવી છે. પટેલ નવનીત કુમાર દિનેશભાઈની વડોદરા શહેરમાંથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. 




અમરેલી જિલ્લામાં મીની વાવજોડા જેવો માહોલ


અમરેલી જિલ્લામાં મીની વાવજોડા જેવો માહોલ છે.    અમરેલી શહેરમાં પવન સાથે વરસાદ ખાબકતા અફરા તફરી મચી ગઈ છે.  ધૂળની ડમરી ઉડતા દોડધામ મચી ગઈ હતી. અમરેલી શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા શહેરમાં વાવાજોડા જેવો માહોલ જોવા મળ્યો છે.   વીજળીના કડાકા ભડાકા સાથે બાબરા સહિત અમરેલીમાં વરસાદની એન્ટ્રી થઈ છે. 


બપોર બાદ અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.   ભારે પવન અને વીજળીના  કડાકા ભડાકા સાથે વરસાદ  શરૂ થયો છે.  ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે.   ભારે પવનોના કારણે વાવાજોડા જેવો માહોલ છે.  વીજળીના કડાકા અને ભારે પવન વચ્ચે વરસાદ શરુ થયો છે. 


અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબકયો છે.  અમરેલીના શેડુભાર,  વડીયા,  લાઠી,  લિલીયાના નાના કણકોટ  સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.  અમરેલી જિલ્લામા ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.    


રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ


હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે પવન જોવા મળી રહ્યો છે.  જિલ્લાના ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. 


ગોંડલ તાલુકાના પાટીયારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.  ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  રાજકોટ જિલ્લામાં અચાનક ભારે પવન ફૂકાયો છે.   રાજકોટ શહેર અને જિલ્લામાં મીની વાવાઝોડું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.