રાજ્યમાં હાલ 14,705 એક્ટિવ કેસ છે, જ્યારે 1,39,149 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,613 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,57,474 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1279 દર્દી સાજા થયા હતા અને 52657 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 52,69,542 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.36 ટકા છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 1, પંચમહામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મળી કુલ 11 લોકોના મોત થયા હતા.