પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહીના પગલે સિગ્નલ લગાવાયું છે. માછીમારી કરવા જતી બોટના ટોકન બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને નજીકના બંદર પર ખસી જવા સૂચના આપવામાં આવી છે.
અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતા સાઈકલોનીક સર્ક્યુલેશન સક્રિય થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના વ્યકત કરી છે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરબી સમુદ્રમાં એક વેલમાર્ક પ્રેશર સક્રિય થવાથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અગામી 24 કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે, જેને પગલે દરિયો પણ ગાંડોતૂર થવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.