ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે (રવિવારે) જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ ઉપરાંત બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ -2020ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ બાદમાં જાહેર કરાશે તથા ગુણચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા અંગેની સૂચનાનાઓ પણ અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.