Coronavirus: રાજ્યમાં આજે 1329 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 88.22 ટકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Oct 2020 08:42 PM (IST)
આજે રાજ્યમાં 1185 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત થયા છે.
ગાંધીનગર: આજે રાજ્યમાં 1185 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત થયા છે. આ સાથે સાથે કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 3609 પર પહોંચ્યો છે.રાજ્યમાં હાલ 14,804 એક્ટિવ કેસ છે, જ્યારે 1,37,870 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,718 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,56,283 પર પહોંચી છે. રાજ્યમાં આજે કુલ 1329 દર્દી સાજા થયા હતા અને 51,215 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 52,16,885 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.22 ટકા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, ગાંધીનગરમાં 1, મહીસાગરમાં 1, પાટણમાં 1, તાપીમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મળી કુલ 11 લોકોના મોત થયા હતા.