રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3587 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,209 એક્ટિવ કેસ છે, જ્યારે 1,35,127 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,127 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,53,923 પર પહોંચી છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશમાં 3, મહીસાગરમાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.