ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસના તમામ ઉમેદવારો કઈ તારીખે ફોર્મ ભરશે ? ફોર્મ ભરતી વખતે કોણ રહેશે હાજર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Oct 2020 05:43 PM (IST)
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ સોમવારે જાહેર કર્યા હતા. રવિવારે ભાજપે પણ સાત બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી છે. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી છે.કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડાંગ, કપરાડા અને લીંબડી બેઠકો પર કૉંગ્રેસે હજુ સુઘી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. કોંગ્રેસના તમામ 8 ઉમેદવારો ગુરુવાર, તા. 15 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરશે. આ દરમિયાન તમામ બેઠક પર કોંગ્રેસના સિનિયર નેતાઓ ફોર્મ ભરાવવા હાજર રહેશે. કોંગ્રેસના ઉમેદવારો શક્તિ પ્રદર્શનની સાથે ઉમેદવારી નોંધાવશે. 10 નવેમ્બરે પરિણામ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગુજરાત ભાજપના કયા ધારાસભ્ય ફોજદારી કેસમાં દોષીત, ધારાસભ્ય પદ થઈ શકે રદ કોરોનાનો કહેર વધતાં આ દેશે પાર્ટીઓ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રધાનમંત્રીએ કરી ખાસ અપીલ મોદી સરકાર નવરાત્રિના તહેવારોમાં ઘેરબેઠાં રોજના 2000 રૂપિયા કમાવાય તેવી રોજગારીની યોજના લોંચ કરશે ?