ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંકમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 1381 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં વધુ 11 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3442 પર પહોંચ્યો છે.


રાજ્યમાં આજે કુલ 1383 દર્દી સાજા થયા હતા અને 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 43,56,062 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.19 ટકા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશન 1 મળી કુલ 11 લોકોના મોત થયા હતા.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ