ગીર સોમનાથઃ ગીર ગઢડા તાલુકાના ખલાવડ ગામે 14 સિંહો રાત્રે ગામમાં આવી ચડ્યા હતા. ગામમાં આવી ચડેલા સિંહોએ ગામ વચ્ચે જ મારણ કરી આખી રાત ભોજન માણ્યું હતું. ગામ લોકોએ પોતાની અગાસી પરથી આ અલભ્ય દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. 


બનાસકાંઠા: ડીસા-કાંટ રોડ પર અકસ્માત સર્જાયો છે. ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે. મૃતકનું નામ રાહુલ મોઢ છે અને તેઓ વ્યવસાયે શિક્ષક હતા. ઘટનાને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નેશનલ હાઇવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટના


વડોદરા: નેશનલ હાઇવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરા ભરૂચના ટ્રેક પર વાહનચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક શ્રમિક સહીત એક બાળકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મૃત પામેલ બાળક, શ્રમિકને 108 મારફતે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, જ્યારે બીજા શ્રમિકને સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 


આ શ્રમિકો કંડારી ગામે ભંડારામાં જમવા જતા હતા તે દરમિયાન ઘટના ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કરજણના કંડારી ગામે ખેડૂતને ત્યાં ખેતીકામ કરતા શ્રમિક તેમજ બીજા ખેડૂતને ત્યાં ખેતીકામ કરતા શ્રમિક પોતાના બાળક સાથે ભંડારામાં જમવા માટે ચાલીને જતા હતા. કંડારી ગામે બંને શ્રમિકો અલગ અલગ ખેડૂતને ત્યાં ખેતી કામ કરતા હતા. હિટ એન્ડ રનની આ ઘટનામાં કરજણના પાછીયાપુરા ગામનો ખેતીકામ અર્થે કંડારી ગામે રહેતા શ્રમિકનું ઘટના સ્થળે મોત થયું છે. કરજણ પોલીસ ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી છે. 




 



માંગલેજ ચોકડી પાસે અકસ્માતમાં બે લોકોના મોત 
9 એપ્રિલે કરજણ નેશનલ હાઇવે નં. 48 પર માંગલેજ ચોકડી પાસે વડોદરા ભરૂચના ટ્રેક પર કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો છે. પુરઝડપે આવતા કારચાલકે કરજણના માંગલેજ ગામના વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમાટીભર્યું મોત થયું છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. કારનો નંબર   GJ 06 FQ 0051 હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ કરજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.