Gujarat Rain Live Update: રાજયમાં મૂશળધાર વરસાદ બન્યો આફત, હજારો લોકોનું સ્થળાંતર, 19 ટ્રેન રદ્

Gujarat Rain News: હવામાન વિભાગે બુધવારે અને ગુરુવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવાર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 28 Aug 2024 03:50 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain Latest News: ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઘણા જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે રાહત અને...More

Gujarat Rain: જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના 47 માર્ગો બંધ

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વધુ એક વખત ખંભાળિયા હાઈવે પર જળભરાવની શરુઆત થઇ છે. હાલ  ડીપ ડિપ્રેશન ભુજથી 50 કિમી દૂર છે. જેના પગલે  પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદનો અનુમાન છે. જુનાગઢ સહિતના પંથકમાં અતિભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લામાં વરસ્યો છે. જેના પગલે દ્વારકા-જામનગર જિલ્લાના ખેતરો બેટમાં ફેરવાયા છે.  પરિસ્થિતિને થાળે પાડવા આર્મીની એક કોલમ  જામનગર પહોંચી છે, ભારે વરસાદના કારણે જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના 47 માર્ગો બંધ છે.