ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા, 11 દર્દીઓને સારવાર બાદ અપાઈ રજા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jul 2020 04:53 PM (IST)
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે.
ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ભરૂચમાં 2, અંકલેશ્વર 8, જંબુસર 1, વાલિયા 3, ઝઘડિયા 1 અને વાગરામાં 1 કેસ નોંધાયો છે. આજે 11 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કુલ 681 પોઝીટીવ કેસ છે. સોમવારે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના 22 કેસ નોંધાયા હતા જ્યારે 26 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. સોમવારે રાજ્યમાં રેકોર્ડ 998 કેસ નોંધાયા હતા. જ્યારે 777 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.