રાજ્યમાં હાલ 14,778 એક્ટિવ કેસ છે, જ્યારે 1,96,992 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 14686 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,15,819 પર પહોંચી છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 13, સુરત કોર્પોરેશમાં 2, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશનમાં અને વડોદરામાં 1 મળી કુલ 18 લોકોને કોરોના ભરખી ગયો હતો.
રાજ્યમાં આજે કુલ 1627 દર્દી સાજા થયા હતા અને 69,324 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 81,02,712 ટેસ્ટ કરવામાં આવ્યા છે.