ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં ફરી 1510 કોરોનાના નવા કેસ નોંધ્યા હતા. જ્યારે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4049 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1627 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,15,819 પર પહોંચી છે.


રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 91.28 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,96,992 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 14,778 એક્ટિવ કેસ છે અને 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,817 લોકો સ્ટેબલ છે.

કોરોનાથી ક્યા કેટલા મોત થયા ?

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 13, સુરત કોર્પોરેશમાં 2, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશનમાં અને વડોદરામાં 1 મળી કુલ 18 લોકોને કોરોના ભરખી ગયો હતો.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 298, સુરત કોર્પોરેશનમાં 212, વડોદરા કોર્પોરેશનમાં 132, રાજકોટ કોર્પોરેશનમાં 93, મહેસાણામાં 64, રાજકોટમાં 50, બનાસકાંઠા- 46, ગાંધીનગર-46 , વડોદરા - 42, સુરત-37, પાટણ- 36, જામનગર કોર્પોરેશન-35, ખેડા-32, પંચમહાલ-29, સાબરકાંઠા-29, ગાંધીનગર કોર્પોરેશન-27, અમદાવાદ-24, મોરબી-22, ભરુચ-21 અને બાવનગર કોર્પોરેશનમાં 20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1627 દર્દી સાજા થયા હતા અને 69,324 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 81,02,712 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,38,547 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,38,392 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 155 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.