ગાંધીનગર: ગુજરાતમાં આજે 17 નવા તાલુકાની જાહેરાત થશે. કેબિનેટમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. રાજ્યમાં હાલ 252 તાલુકા અસ્તિત્વમાં છે. પરંતુ હવે નવા 17 સાથે તાલુકાની સંખ્યા વધીને 269 થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા તાલુકા અસ્તિત્વમાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતમાં નવા તાલુકાનો સમાવેશ થશે.

Continues below advertisement

કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાઓની રચના માટે કેબિનેટમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઇ શકે છે. આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ લોકાભિમુખ બનાવશે અને વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં સુધારો કરશે. નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિ બંને બચશે. 

Continues below advertisement

આ નિર્ણય અમલમાં આવશે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. આ પગલાને સરકાર દ્વારા લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવા અને વહીવટી સુધારાઓ લાવવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે

નવા તાલુકાની રચનાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે. વહીવટી સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ થશે. આ નવા તાલુકાઓની રચનાનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી કામોને વધુ સારી રીતે કરવાનો અને નાગરિકોને સરકારી સેવાઓ ઝડપથી મળી રહે  અને સરળતાથી પૂરી પાડવાનો છે. આ નવા વહીવટી એકમોની રચનાથી જે તે વિસ્તારના વિકાસને વેગ મળશે.

ગુજરાતમાં વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા અને નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આ 17 નવા તાલુકાઓની રચના જરૂરી માનવામાં આવે છે. મોટા તાલુકાઓમાં વહીવટી કાર્યભાર વધુ હોય છે. આ  કારણે વિકાસના કાર્યો ધીમા પડી શકે છે અને નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રાજ્યમાં નવા 1 તાલુકાઓ બનવાથી વહીવટી તંત્ર નાગરિકોની વધુ નજીક આવશે અને વિકાસ કાર્યોને વેગ મળી શકે છે.  

રાજ્યમાં નવી 9 કોર્પોરેશન બનાવાઈ હતી

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં નવી  9 કોર્પોરેશન બનાવાઈ છે.  નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, આણંદ કોર્પોરેશન બનાવાઈ છે.  સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ કોર્પોરેશન બનાવાઈ છે.  નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવાવવામાં આવી છે.