Gujarat Rain: રાજ્યમાં વરસાદના ટૂંકા વિરામ બાદ આજથી ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. હવામાન વિભાગે ફરી એકવાર આફતની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજથી ફરી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે. સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ 7 અને 8 જુલાઈના ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યકત કર્યું છે. તો માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ગઈકાલથી અત્યાર સુધીના 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ પડ્યો છે. આવો જાણીએ ક્યાં કેટલો વરસાદ પડ્યો.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ


સૌથી વધારે આણંદના ખંભાતમાં 5 ઈંચ વરસાદ


24 કલાકમાં અમદાવાદ શહેરમાં 5 ઈંચ વરસાદ


ખેડાના નડિયાદમાં પોણા 5 ઈંચ વરસાદ


નવસારીના જલાલપોરમાં 4 ઈંચ વરસાદ


24 કલાકમાં અરવલ્લીના મોડાસામાં પોણા 4 ઈંચ વરસાદ


24 કલાકમાં ભાવનગરના સિહોરમાં પોણા 4 ઈંચ વરસાદ


24 કલાકમાં આણંદ અને તારાપુરમાં પોણા 4 ઈંચ વરસાદ


બોટાદ, સંખેડા અને ધંધુકામાં 3 ઈંચ વરસાદ


પેટલાદ અને વઢવાણમાં 3 ઈંચ વરસાદ


બરવાળા, મહેમદાબાદ અને મહેસાણામાં અઢી ઈંચ વરસાદ


મેઘરજ, પ્રાંતિજ અને ચોર્યાસીમાં 2 ઈંચ વરસાદ


ગોધરા, ઉમરગામ, વલભીપુરમાં 2 ઈંચ વરસાદ


ખાનપુર, હાલોલ અને વાગરામાં 2 ઈંચ વરસાદ


પાદરા, લુણાવાડા, લખતરમાં 2 ઈંચ વરસાદ


સાયલા, ચુડા અને શહેરામાં પોણા 2 ઈંચ વરસાદ


વડોદરા શહેર, ઉમરેઠ અને ઉનામાં પોણા 2 ઈંચ વરસાદ


વસો, લીંબડી અને ઝાલોદમાં પોણા 2 ઈંચ વરસાદ


ભાવનગર શહેર, જસદણ અને વિંછીયામાં પોણા 2 ઈંચ વરસાદ


લાઠી, બહુચરાજી અને ઠાસરામાં દોઢ ઈંચ વરસાદ


ડેસર, બોરસદ અને ડભોઈમાં દોઢ ઈંચ વરસાદ


સોજીત્રા, લીલીયા, ચોટીલા અને મહુધામાં દોઢ ઈંચ વરસાદ


દહેગામ, સંતરામપુર અને ખેડામાં દોઢ ઈંચ વરસાદ


ભિલોડા, રાણપુર અને સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ


ગઢડા, મોરવા હડફ અને ગોંડલમાં સવા ઈંચ વરસાદ


માતર, દસક્રોઈ અને માલપુરમાં સવા ઈંચ વરસાદ


ગળતેશ્વર, ગાંધીનગર શહેર અને તલોદમાં એક ઈંચ વરસાદ