અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે. રાજ્યમાં આજે 176 કેસ આવ્યા છે. જ્યારે 7 લોકોના મોત થયા છે. ઉપરાંત 2 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતમાં કુલ કોરોના દર્દીની સંખ્યા 1272એ પહોંચી ગઈ છે. આ તમામ આંકડા 17 ફેબ્રુઆરી સાંચે છ કલાક પછીના છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. આજે જે નવા 176 કેસ આવ્યા છે તેમાંથી 143 કેસ અમદાવાદમાં, વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદ, ભરૂચ અને પંચહાલમાં 1-1 કેસ આવ્યા છે. ૧૭.૦૪.૨૦૨૦૧૮.૦૦કલાકબાદનવાનોંધાયેલકેસોનીવિગત
 જિલ્લોકેસપુરૂષસ્ત્રી
અમદાવાદ૧૪૩૮૪૫૯
વડોદરા૧૩
સુરત૧૩૧૦
રાજકોટ
ભાવનગર
આણાંદ
ભરૂચ
પાંચમહાલ
કુલ૧૭૬૧૦૫૭૧
અમદાવાદમાં જે વિસ્તારમાં કેસ આવ્યા છે તેમાં ગોમતીપુર, વેજલપુર, દરિયાપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, જમાલપુર, ખાડીયા, અસારવા, જુના વાડજ, બહેરામપુરા, કાંકરીયા અને બોડકદવેનો સમાવેશ થાય છે. આજે જે 7 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદમાં 4 સ્ત્રી જેમની ઉંમર ક્રમશઃ 68, 72, 65 અને 50 હતી. ઉપરાંત સુરતમાં એક મહિલા (36 વર્ષ), અરવલ્લીમાં મહિલા (70 વર્ષ) અને વડોદરામાં એક પુરુષ (60)ના મોત થયા છે. ઉપરાંત આજે જે બે લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં રાજકોટ 39 વર્ષના પુરુષ અને ગાંધીનગરમાં 34 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. ગુજરાતમાં જે 1272 કેસ જેમાંથી 07 ક્રિટિકલ છે જ્યારે 1129 સ્ટેબલ છે. જ્યારે 88 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 48એ પહોંચ્યો છે. કુલ ગુજરાતમાં કેસ
ક્રમજીલ્લોકેસમૃત્યુડીસ્ચાર્જ
અમદાવાદ૭૬૫૨૫૨૪
વડોદરા૧૫૨
સુરત૧૫૬૧૦
રાજકોટ૩૦
ભાવનગર૨૮૧૦
આણાંદ૨૭
ભરૂચ૨૨
ગાાંધીનગર૧૭૧૦
પાટણ૧૫૧૧
૧૦પાંચમહાલ
૧૧બનાસકાાંઠા
૧૨નમમદા૧૧
૧૩છોટા ઉદેપુર
૧૪કચ્છ
૧૫મહેસાણા
૧૬બોટાદ
૧૭પોરબાંદર
૧૮દાહોદ
૧૯ગીર-સોમનાથ
૨૦ખેડા
૨૧જામનગર
૨૨મોરબી
૨૩સાબરકાાંઠા
૨૪અરવલ્લી
૨૫મહીસાગર
કુલ12724888
છેલ્લા 24 કલાકમાં 2802 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 251 પોઝિટિવ, 2551 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 24614 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 1272 પોઝિટિવ આવ્યા છે જ્યારે 24342 નેગેટિવ આવ્યા છે.