સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે શુક્રવારે જામનગરમાં હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો બાદમાં વરસાદી ઝાપટું ખાબક્યું હતું. જ્યારે આજે દાહોદમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ બાદ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.


આજે દાહોદમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલટો આવતાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

જામનગરમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો ત્યાર બાદ વરસાદી ઝાપટુ પડ્યું હતું. તેને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. ઉનાળાની સિઝનમાં વરસાદી ઝાપટું પડતાં લોકો અચરજમાં મુકાઈ ગયા હતા. જ્યારે ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા હતાં.

મહત્વની વાત છે કે, વરસાદને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સારો વરસાદ પડશે. આ વર્ષે 96થી 104 ટકા જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે તેવી હવામાન વિભાગે જણાવ્યું હતું.