અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં નવા 108 કેસ આવ્યા છે. જ્યારે 04 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉપરાંત 1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે જે 108 નવા કેસ આવ્યા છે તેમાં 62 પુરુષ અને 46 મહિલાઓનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી છે. આજે જે 108 નવા કેસ આવ્યા છે તેમાં અમદાવાદમાં 91, અરવલ્લીમાં 6, કચ્છમાં 2, મહીસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 2, વડોદરામાં 1 અને મહેસાણામાં એક 1 કેસ સામે આવ્યા છે. ૧૯.૦૪.૨૦૨૦ ૧૭.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની વિગતો
જિલ્લો કેસ પુરૂષ સ્ત્રી
અમદાવાદ ૯૧ ૫૪ ૩૭
અરવલ્લી ૦૬ ૦૩ ૦૩
કચ્છ ૦૨ ૦૨ ૦૦
મહીસાગર ૦૧ ૦૦ ૦૧
પાંચમહાલ ૦૨ ૦૦ ૦૨
રાજકોટ ૦૨ ૦૦ ૦૨
સુરત ૦૨ ૦૨ ૦૦
વડોદરા ૦૧ ૦૧ ૦૦
મહેસાણા ૦૧ ૦૦ ૦૧
કુલ ૧૦૮ ૬૨ ૪૬
આજે જે 4 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદના 2 પુરુષ અને સુરતના એક પુરુષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે. જ્યારે જે એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તે ભાવનગરના 43 વર્ષના પુરુષ છે. ગુજરાતમાં જે 1851 કેસ છે તેમાંથી 14 ક્રિટિકલ છે જ્યારે 1662 સ્ટેબલ છે. જ્યારે 106 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 67એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3992 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 247 પોઝિટિવ, 3745 નેગેટિવ આવ્યા છે.
ક્રમ જીલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
અમદાવાદ ૧૧૯૨ ૩૪ ૨૯
વડોદરા ૧૮૧
સુરત ૨૪૪ ૧૦ ૧૧
રાજકોટ ૩૮
ભાવનગર ૩૨ ૧૬
આણાંદ ૨૮
ભરૂચ ૨૩
ગાાંધીનગર ૧૭ ૧૦
પાટણ ૧૫ ૧૧
૧૦ પાંચમહાલ ૧૧
૧૧ બનાસકાાંઠા ૧૦
૧૨ નમમદા ૧૨
૧૩ છોટા ઉદેપુર
૧૪ કચ્છ
૧૫ મહેસાણા
૧૬ બોટાદ
૧૭ પોરબાંદર
૧૮ દાહોદ
૧૯ ગીર-સોમનાથ
૨૦ ખેડા
૨૧ જામનગર
૨૨ મોરબી
૨૩ સાબરકાાંઠા
૨૪ અરવલ્લી
૨૫ મહીસાગર
કુલ 1851 67 106
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 32204 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 1851 પોઝિટિવ આવ્યા છે જ્યારે 29353 નેગેટિવ આવ્યા છે.