ગાંધીનગર: ગઈકાલે PIની બદલી કર્યા બાદ રાજ્ય સરકારે આજે 192 પીએસઆઈની બઢતી સાથે બદલી કરી છે. રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે બઢતી સાથે બદલી કરી  છે. 2192 PSI (બિન હથિયારી)ની લાંબા સમય પછી પોલીસ ઈન્સ્પેક્ટર (બિન હથિયારી)ના પદ પર બઢતી અપાઈ છે. તેની સાથે તેમની બદલી પણ કરવામાં આવી છે. PIના પ્રમોશન સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.  2010 ની ભરતીના PSIને પ્રમોશન મળ્યું છે.  


પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 192 PSI (બિન હથિયારી) ને પોલીસ ઈન્સ્પેકટર (બિન હથિયારી) સંવર્ગમાં તદન હંગામી ધોરણ બઢતી આપવામાં આવી છે. સાથે તેમને પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું છે.


















એક દિવસ પહેલા 55 PIની કરાઈ હતી બદલી


રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસખાતમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં એક સાથે 55  PIની સામુહિક બદલી કરવામાં આવી છે. રાજયના  55 PIની અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનના ખુમાનસિંહ વાળાની મોરબી, એ.એસ.ચાવડાની ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્યના એસ.એમ.જાડેજાને સુરેન્દ્રનગરમાં બદલી કરવામાં આવી છે.


રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ


ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ  વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે  કે હજુ ભારેથી અતિભારે વરસાદ પડશે.  હવામાન વિભાગના અનુસાર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.   આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 


માછીમારોને 8 અને 9 ઓગસ્ટના દરિયો ન ખેડવા સૂચના અપાઈ


રવિવારે  અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 ઓગસ્ટે અમરેલી, બોટાદ, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  9 ઓગસ્ટે અમદાવાદ, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. 10 ઓગસ્ટે અમદાવાદ, રાજકોટ, જામનગર, સુરેંદ્રનગર, જૂનાગઢ, મોરબી, કચ્છ, દ્વારકા, બોટાદ, ભાવનગરમાં ધોધમાર વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગના મતે ભારે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.  માછીમારોને 8 અને 9 ઓગસ્ટના દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.