રાજ્ય પોલીસ બેડા માં બઢતી બદલી નો દોર યથાવત છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 2 IPS અધિકારીઓને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આપ્યું છે. ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષની શરૂઆતમાં મોટા ફેરફારો થયા છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે આઈપીએસ અધિકારીઓને બઢતી અપાઈ છે. જ્યારે 3 આઈપીએસ અધિકારીઓને ગ્રેડ પ્રમોશન અપાયો છે.




રાજ્યના બે IPS અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) તરીકે બઢતી આપવામાં આવી છે. 1997 બેંચના IPS અનુપમ ગેહલોતને બઢતી આપી ADGP, CID (ઈન્ટેલિજન્ટ) ગાંધીનગરમાં નિમણૂંક કરવામાં આવ્યા છે. તેઓ હાલ IGP, CID, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. સાથે જ 1997 બેંચના IPS ખુરશીદ અહેમદને પણ ADGP તરીકે બઢતી આપવામાં આવી છે. તેઓ રાજકોટ સીટીના સ્પેશિયલ પોલીસ કમિશનર (ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે ફરજ નિભાવશે. તેના પહેલા તેઓ જોઈન્ટ પોલીસ કમિશનર, રાજકોટ સીટી (ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે ફરજ નિભાવતા હતા.




રાજ્ય સરકારે ત્રણ IPS અધિકારીઓને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે બઢતી આપી છે. 2004 બેંચના IPS સંદિપ સિંહ, 2004 બેંચના IPS ગૌતમ કુમાર એમ. પરમાર અને 2004 બેંચના ડી.એચ. પરમારને IGP તરીકે બઢતી આપવામાં આવી છે.


સંદિપસિંહ રાજકોટમાં ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS ગૌતમકુમાર એમ. પરમાર એડિશનલ કમિશનર ઓફ પોલીસ, સેક્ટર-2, અમદાવાદમાં ફરજ નિભાવતા હતા અને IPS ડી.એચ. પરમાર ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (M.T.) ગાંધીનગર ખાતે ફરજ નિભાવતા હતા.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12735 કેસ, 5 લોકોના થયા મોત


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735  કેસ નોંધાયા છે. બીજી તરફ 5984  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4340, સુરત કોર્પોરેશનમાં 2955,  વડોદરા   કોર્પોરેશનમાં 1207,   સુરતમાં 464,  રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડ  340, નવસારી 300, ભરુચ 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબી 182, મહેસાણા 152, કચ્છમાં 149, પાટણ 122, રાજકોટ 120, વડોદરા 106, ખેડા 102, ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગર 75, અમદાવાદ 69,  જૂનાગઢ કોર્પોરેશનમાં 59,  જામનગરમાં 55, ગીર સોમનાથ 51, આણંદ 44, અમરેલી 43, દેવભૂમિ દ્વારકા 41, નર્મદા 35, ભાવનગર 32, દાહોદ 31, પંચમહાલ 31, મહીસાગર 20, સાબરકાંઠા 20, પોરબંદર 19, તાપી 19, જૂનાગઢ 10, બોટાદ 2, અરવલ્લી 1 અને  છોટા ઉદેપુરમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો