રાજ્યમાં આજે 1268 લોકોએ કોરોના મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધી કુલ 2,20,393 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 93.28 ટકા છે.
રાજ્યમાં હાલ 11625 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,20,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 66 દર્દી વેન્ટીલેટર પર છે અને 11559 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,36,259 પર પહોંચી છે.