આ સિવાય અમરેલીના ચાડીયા ગામના એક 42 વર્ષના પુરૂષનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ચાડીયા ગામનો યુવક અમદાવાદના બાપુનગરથી વતનમાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં નવા બે કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યા ચાર પર પહોંચી છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યાવધીને 13 હજાર 282 પર પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 803 લોકોના મોત થયા છે.