સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ ગુજરાત બહારથી અને અમદાવાદ સહિત કોરોનાગ્રસ્ત જિલ્લામાંથી પોતાના વતન તરફ લોકો આવતાં હવે ગામડાઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વધુ બે કેસ સામે આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે લખતરના તાવી ગામની 35 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની છે. બીજો કેસ વઢવાણના હુડકોમા રહેતા 19 વર્ષના યુવકનો છે. જે યુવકની ટ્રાવેલિંગ હીસ્ટ્રી રાજકોટ એપીએમસી છે. આમ, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વધુ બે કેસ આવતાં જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 22 થઈ ગઈ છે. અગાઉ ત્રણ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે હાલ, 19 લોકો સારવાર હેઠળ છે.
સુરેન્દ્રનગરમાં કોરોનાનો કહેર યથાવતઃ વધુ બે કેસ નોંધાયા, કેવી રીતે લાગ્યો ચેપ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 May 2020 09:34 AM (IST)
લખતરના તાવી ગામની 35 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની છે. બીજો કેસ વઢવાણના હુડકોમા રહેતા 19 વર્ષના યુવકનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -