Municipal Corporation: રાજ્યમાં વધુ 2 નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત. પોરબંદર - છાયા નગરપાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપશે. આ ઉપરાંત નડિયાદ નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવશે. 2જી ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં 7 પાલિકાને મહાપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ હતી.


કંઈ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો મળશે


નવસારી


મોરબી


ગાંધીધામ


વાપી


આણંદ


મહેસાણા


સુરેન્દ્રનગર - વઢવાણ


પોરબંદર - છાયા


નડિયાદ


રાજ્યમાં કુલ 17 કોર્પોરેશન અસ્તિત્વમાં આવશે



બજેટમાં ગ્રામ વિકાસ માટે શું જાહેરાત થઈ હતી
 
• મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા `૧૩૦૯ કરોડની જોગવાઇ. 
• સૌને આવાસની પ્રતિબદ્ધતાના માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે `૭૫૧ કરોડની જોગવાઇ.
• રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (આજીવિકા) અંતર્ગત અંદાજે ત્રણ લાખ સ્વસહાય જૂથોની રચના કરી ૩૦ લાખ પરિવારોને જોડવામાં આવેલ છે. આ યોજના માટે `૨૬૨ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ૨.૦ હેઠળ `૨૫૫ કરોડની જોગવાઇ.
• આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઉંચુ લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા `૧૬૪ કરોડની જોગવાઇ. 
• મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની ૫૦ હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• ગ્રામ વિકાસની યોજનાઓના સરળ અને સુચારૂ અમલીકરણ માટે હયાત મહેકમને વધુ સુદ્દઢ બનાવવા `૪૨ કરોડની જોગવાઇ.
• ઉદ્યોગોને અપાતા વેન્‍ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સોશિયલ એન્‍ટરપ્રાઇઝ ફંડ”ની રચના કરવામાં આવશે જે માટે આગામી ૫ વર્ષમાં `૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આગામી વર્ષ માટે `૧૦ કરોડની જોગવાઇ.
• સ્વસહાય જુથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરિફાઇને પ્રોત્સાહન આપવા Performance Linked Incentive યોજના માટે `૫ કરોડની જોગવાઇ.