પાટણઃ જિલ્લામાં આજે વધુ 2 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ પાટણ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 17એ પહોંચી ગઈ છે. જ્યારે જિલ્લામાં કુલ 1 વ્યક્તિનું મોત થયું છે અને 11 લોકો રિકવર થઈ ગયા છે.


આજે જે 2 નવા કેસ આવ્યા છે તેમાં સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના પોઝિટિસ કેસ સામે આવ્યા છે. સિદ્ધપુરના ઉમરું અને સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના વ્યક્તિઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં સિદ્ધપુર તાલુકાના ઉમરૂ ગામનો અને સિફા હોસ્પિટલમાં ફરજ બજાવતો 50 વર્ષનો દ્રાઈવરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કહેવાય છે કે, પ્રથમ પોઝિટિવ આવનાર મૃતકના સંપર્કમાં આવ્યો હતો ડ્રાઈવર.

બીજો કેસ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના 65 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ભીલવણના વૃધ્ધાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી સ્થાનિક ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 212 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 85 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.