ખેડા જિલ્લામાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતાં વૃક્ષ ધરાશાયી થતાં બેનાં મોત નિપજ્યાં છે.  ઠાસરા તાલુકાના શાહપુર ગામ નજીક વૃક્ષ ધરાશાયી થતાં  દંપતીને માથે પડતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે


ખેડા જિલ્લામાં ભારે પવન સાથે આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વૃક્ષ ધરાશાયી થતાં એક દંપતીનું મોત નિપજ્યું છે.


ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના શાહપુર ગામ નજીક વૃક્ષ ધરાશાયી થતાં દંપતીનું મોત થયું છે. શાહપુર કેનાલ પર નીલગીરીનું વૃક્ષ ધરાશાય થતા પતિ પત્નીનું મોત થયુ છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો મોટરસાયકલ પર સવાર  શ્રમિક દંપતી જઇ રહ્યું હતું. આ સમયે જ ભારે વરસાદના કારણે  ખેત મજૂરીએ જતા પતિ પત્નીને માથાના ભાગ પર ઇજાઓ પહોંચતા પત્નીનું ઘટના સ્થળે મોત  થયુ તો પતિનું સારવાર દરમિયાન મોત થયું છે.ઠાસરા તાલુકાના નેતરિયા ના રહેવાસી રાવજીભાઈ પરમાર અને તેમની પત્ની ભાનુબેન પરમાર નું મોત થયું છે. બંનેના  મૃતદેહને ડાકોર સીએચસી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં છે.


ખેડામાં જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ


 ખેડા જિલ્લાના અનેક વિસ્તારમાં સવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે તો અનેક વિસ્તારમાં વૃક્ષો પણ ધારાશાયી થયા છે. અહીં કપડવંજ અને નડિયાદ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડતાં  કપડવંજમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. કમોસમી વરસાદના પગલે બાજરી, જુવાર સહિતના કમોસમી પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે