ભરૂચઃ ગણેશ ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, અનેક શહેરોમાં લોકો દૂંદાળદેવની પ્રતિમા લાવી રહ્યા છે. ભરૂચમાં અંકલેશ્વર નજીક આદર્શ હાઇવે માર્કેટ પર સુરતથી ગણેશ પ્રતિમા લાવતી વખતે વીજ તાર ઊંચો કરવા જતાં આઠ યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 2 યુવાનોના મોત થયા હતા, તો પાંચ સારવાર હેઠળ છે. એક યુવકની તબીયત સુધરતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


અંકલેશ્વર નજીક હાઇવે પર આદર્શ માર્કેટ પાસે ગણેશ મંડળના 8 યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 2 યુવાનોના મોત થયા છે. અન્ય પાંચ યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમિત યોગેશ સોલંકી અને કુણાલ ભાઈ દાસ ભાઈ પટેલ રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વરના મોત થયા છે. જ્યારે અન્ય છ લોકોને વીજ કરંટની ગંભીર અસર થતા તમામને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કુલ આઠ લોકોને કરંટ લાગ્યો હતો. એક યુવકની તબીયત સુધરતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.