દેશભરમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી હાલ શિક્ષિકોને સોંપવામાં આવી હોવાથી આ મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેમકે શિક્ષકોને SIRની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે. તો બીજી તરફ શિક્ષિકોનો તણાવ વધ્યાંની પણ એક ચર્ચા ચર્ચાઇ રહી છે. આ દરમિયાન એક ચોંકાવનાર સમાચાર પણ સામે આવ્યા છે.  એસઆઇઆરની કામગીરી દરમિયાન  2 શિક્ષકોના મોત થયા  છે. આ ઘટનાની સાથે SIRની કામગીરીના કારણે   શિક્ષકો પણ બેવડો બોજ વધ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. તણાવ વધતા   શિક્ષકએ આત્મઘાતી પગલું ભર્યું હોવાની ધારણા લોકો સેવી રહ્યાં છે. તો બીજી તરફ શિક્ષક વર્ગનો પણ કંઇક આવો જ સૂર છે કે શિક્ષણની સાથે આ કામગીરીની જવાબદારી આવતા શિક્ષકોનો માનસિક તણાવ વધ્યો છે. 

Continues below advertisement

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવને કારણે આ પગલું ભર્યું હતું.પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. 

તો બીજી તરફ કપડવંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO રમેશભાઈ પરમારનું હાર્ટ એટેકેથી  મોત થયું .. મૃતક રમેશભાઈ મંગળવારે મોડી રાત્રે મતદાર યાદી સુધારણાની કામગીરી કરીને ઘરે આવીને ઉંઘ્યા હતા.. પખવાડીયાથી બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હાર્ટ એટેક આવતા મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.  છેલ્લા પખવાડીયાથી બીએલઓની ફરજને કારણે રમેશભાઈ 94 કિલોમીટરથી વધુ મુસાફરી કરતા  હતા.. કામગીરી પૂર્ણ કરવા માટે ઉજાગરા કરતા હતા.  સતત કામના ડિપ્રેશનમાં રહેતા હતા. રમેશભાઈનામોતથી પત્ની વિધવા બની.. તો બે દીકરીએ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે.. રમેશભાઈના પગાર પર જ ઘરનું ગુજરાન ચાલતુ હતુ.. આચાર્ય અને બીએલઓ રમેશભાઈના મોતથી જાબુંડી ગામમાં પણ શોક ફેલાયો છે.. આ બંને ઘટનાથી શિક્ષક આલમમાં SIRની કામગીરીના કારણે તણાવ વધ્યાંની ચર્ચાએ જોર પકડ્યું છે.                     

Continues below advertisement