Godhra Fire News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં આગની ઘટનાથી મોટી હોનારત થઇ છે. ગોધરાના બામરોલી રોડ સ્થિત વૃંદાવનનગર -2 એક મકાનમાં આગ લાગવાની ઘટના ઘટી, જેમાં પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા. આ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. મોતની ઘટના બનતતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
ગોધરમાં આગની ઘટનાથી એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હોવાથી શોકનું મોજુ ફેલાઇ ગુય છે. પંચમહાલના ગોધરાના બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર 2 માં આવેલા રહેનાક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. આ ઘટનામાં આગની ઘટનામાં દોશી સમાજના એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત મોત થયા હતા. મૃતકમાં બે પુત્ર, માતા અને પિતાનો સમાવેશ થાય છે. આગ ઝડપથી ફેલાઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ગોધરા ફાયર બ્રિગેડ અને પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ હોલવવાની કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક મકાનમાં આગ લાગતા ગુંગરામણને કારણે મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે, જોકે, હાલ આગ લાગવાનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.
પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
પાટણમાંથી છ લોકોની નકલી પોલીસ ટોળકી હવે પોલીસના સકંજામાં છે. ઘટનાની વિગતો એવી છે કે, પાટણમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી પોલીસનો ત્રાસ વધ્યો હતો, અને આ દરમિયાન બાતમી મળી હતી કે, કેટલાક લોકો પાટણ એલ.સી.બી.ના પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માગણી કરે છે. આ લોકો બી. ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલા એક વેપારી પાસે તપાસના નામે રૂપિયા લેવા માટે આવવાના છે. આથી પાટણ એલસીબીની ટીમે છટકું ગોઠવી 6 નકલી પોલીસની ટોળકીને હોટલમાંથી ઝડપી પાડ્યા હતા. આ લોકોની તપાસ કરતાં તેમની પાસેથી ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું ખોટું આઇકાર્ડ તથા પોલીસે પહેરવાના બુટ તથા ખાખી મોજા મળી આવ્યા હતા. આ બાબતે તેને પુછતાં તેઓ પોલીસ વિભાગમાં ફરજ નહી બજાવતા હોવાનું જણાવ્યું હતું, અને તેઓ તમામ એલ.સી.બી. પોલીસનો સ્વાંગ રચી રૂપિયા પડાવવા આવેલા હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા શખ્સોને રૂ. ૧૮,૧૯,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાથે સાથે પોલીસે સુચિત કર્યા છે કે ઉપરોક્ત ઈસમોએ પોલીસના નામે જેની પાસેથી પૈસા પડાવેલા હોય તેવા લોકોએ તાત્કાલિક બી. ડિવીઝન પોલીસ પાટણ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.