Accident: વડોદરાના વરસાડા નજીક નેશનલ હાઇવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ઓવર સ્પીડમાં આવતા કન્ટેનરના ડ્રાઇવરે  સર્જાયો હતો. .કન્ટેરના ડ્રાઇવરે સ્ટિંયરિગ પરથી કાબૂ ગૂમાવતા કન્ટેનર ડિવાઇડર કુદાવીને એસટી  બસની સાથે અથડાયું હતું. અકસ્માતમાં એસટીના ડ્રાઇવર કન્ડક્ટર સહિત  20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને તાબતતોબ સારવાર માટે SSG હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. વડોદરા થી સુરત તરફ તું કન્ટેનર જતું હતું. અહીં આજ ટ્રેક પર જતી એસટી બસને કન્ટેનરે  અડફેટે લીધું હતું.                          


વડોદરા નજીક અકસ્માતમાં બાઇક સવારનો પગ કપાયો


વડોદરા નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇકર્સ ખૂબ ગંભીર રીતે ઘવાતા પગ કપાઇ ગયો હતો.  વડોદરાના ડભોઈ સરિતા ક્રોસિંગ પર અકસ્માત  સર્જાયો હતો. બાઈક સ્લીપ થતા  અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક પર અન્ય વાહનનું ટાયર ફરી વળતા પગ કપાયો ગયો હતો. અકસ્માતને પગલે સર્જાયો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 


સુરતમાં અકસ્માતમાં બાળકનું મોત 


તો બીજી તરફ  સુરતમાં બેફામ સિટી બસનો આતંક યથાવત છે. અહીં બમરોલીમાં સિટી બસ ચાલકે પિતા-પુત્રને  અડફેટે લેતા પુત્રનું મોત થયું છે. સિટી બસે બાઇકને  ટક્કરે મારતા બાઇકમાં સવાર  બાળકનું મોત  થયુ છે. ઘટના વહેલી સવારે 6.30 વાગ્યે બની હતી. પુત્રને બાઈક પર શાળાએ છોડવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને  તપાસ હાથ ધરી છે.


અમરેલી- સાવજોના રેલવે ટ્રેક ઉપર અકસ્માતોની ઘટનાઓ વધતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ 


રેલવે ટ્રેક ઉપર પીપાવાવ રાજુલા સાવરકુંડલા સુધીમાં 25થી વધુ સિંહોના મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2013થી અત્યારે સુધી 25 થી વધુ સિંહોના ગુડ્સ ટ્રેન હડફેટે મોત થયાનો ખુલાસો થયો છે. જેને લઇને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ છે. રાજુલા પીપાવાવ પોર્ટ સાવરકુંડલા લીલીયા સુધી સિંહોની સુરક્ષા વધારવા માંગ કરી છે. સૌથી વધુ સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ આવતી ગુડ્સ ટ્રેન સાથે જ સિંહોના અકસ્માત થાય છેનું તારણ છે. અમરેલી જિલ્લામાં પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ સિંહોને બચાવવા માંગ કરી છે.