Price of Mango:સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 200 બોક્સની આવક થઇ ચૂકી છે. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ વધુ છે. હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉના અને તાલાલા  વિસ્તારમાંથી 200 બોક્સ કેરી આવી છે. જો કે કેરીના વેપાર કરતા વેપારીનું કહેવું છે કે, ગત વર્ષે આ સમયે જે કેરીના ભાવ હતા તેની સરખામણીમાં આ વર્ષે વધુ ભાવ બોલાઇ રહ્યાં છે. માર્કેટ યાર્ડમાં હરાજીમાં હાલ  કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1900/-થી લઈને 3000/-સુધીના બોલાયા રહ્યાં છે.  જો કે ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીનું વહેલું આગમન થઇ જતાં કેસર કેરીના રસિયાઓને હવે વધુ રાહ નહિ જોવી પડે.


નોંધનિય છે કે, જે રીતે ગુજરાતની કેસર કેરી પ્રખ્યાત છે તેવી જ રીતે  મહારાષ્ટ્રમાં રત્નાગીરી વખણાય છે. જો કે સુરતમાં થોડા દિવસ પહેલા રત્નાગીરીમા તૈયાર થતી હાફૂસ કેરીનું વેચાણ પણ શરૂ થયું ગયું છે. હાફૂસની કેરીના નંગ મુજબ ભાવની વાત કરીએ તો હાફૂસ કેરીના એક નંગની કિંમત હાલ 120થી 150 સુધીની બોલાઇ રહી છે.ઉલ્લેખનિય છે કે, હાલ હાફૂસ કેસર સિવાય પણ બદામ સહિતની બીજી અન્ય કેરીનું પણ આગમન થઇ ચૂક્યું છે.એપીએમસી દર કેરીની સિઝનમાં દરરોજ સરેરાશ 150 ટન કેરીનું વેચાણ કરે છે.


ગુણોની ખાણ છે કાચી કેરી, ગરમીમાં કાચી કેરીના સેવનના આ છે 7 અદભૂત ફાયદા