નવરાત્રિ દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે ભારે ભીડ વચ્ચે વિખૂટા પડેલાં 200થી વધુ યાત્રાળુઓનો પોલીસે ભેટો કરાવ્યો છે.  વિખુટા પડેલા મોટાં ભાગે બાળકો મહીલાઓ અને સિનિયર સિટીઝન હતા. નવરાત્રિ નિમિત્તે યાત્રા ધામ પાવાગઢ ખાતે નવ દિવસ સતત  દર્શનાર્થી ઓનો ઘસારો જોવા મળ્યો હતો. રાજ્સ્થાન, મધ્ય પ્રદેશ,  મહારાષ્ટ્ર સહિતના રાજયોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.  લાખોની સંખ્યામાં ભકતોની ભારે ભીડ વચ્ચે કેટલાક યાત્રાળુઓ પરિવારથી વિખુટા પડી ગયા હતા.  


મોબાઈલ  નેટવર્કનાં અભાવે યાત્રાળુઓનો એક બીજા સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.  તેવામાં  પંચમહાલ પોલીસ જવાનો બંદોબસ્તની જવાબદારી સાથે ભીડ વચ્ચે વિખૂટા પડેલા યાત્રાળુ ઓને   તેમનાં  પરિજનો સાથે ભેટો કરાવ્યો છે.  માંચી ખાતે પાવાગઢ ચોકી પાસે પોલીસ દ્વારા અલાયદા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જ્યાં પથી વિખુટા પડેલા  યાત્રાળુઓને પોલીસ સહાયતા કેન્દ્રમાં  લાવવામાં આવ્યા અને ત્યારબાદ  માઇક  મારફતે જાહેરાત કરી પરિજનને પોલીસ સહાયતા કેન્દ્રમાં આવવા માટે જણાવવામાં  આવતું.   નવરાત્રિ દરમિયાન ભીડમાં વિખુટા પડેલા 200થી વધુ  યાત્રાળુઓનો પરિજન  સાથે  મિલાપ કરવવામાં આવ્યો હતો જેમાં વિખુટા પડેલા મોટાં ભાગે બાળકો મહીલાઓ અને સિનિયર સિટીઝન હતા.    


વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ શસ્ત્ર પૂજન


આજે દેશભરમાં દશેરાનો તહેવાર મનાવાઇ રહ્યો છે, ઠેર ઠેર લોકો વિજ્યાદશમીના તહેવારનો હર્ષોલ્લાસથી મનાવી રહ્યાં છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે પોતાના નિવાસ સ્થાને શસ્ત્ર પૂજન કર્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે પોતાના નિવાસ સ્થાને વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે શસ્ત્ર પૂજન કર્યુ હતુ. 


વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજનનું આગવું મહત્વ છે. આજનો દિવસ અધર્મ ઉપર ધર્મના વિજયનો દિવસ છે, જેના કારણે શસ્ત્રોની ખાસ પૂજા વિધિ થાય છે. સીએમ પટેલે આ દરમિયાન માથા સાફો પહેરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે જુદાજુદા શસ્ત્રોની પૂજા કરી હતી. 


દર વર્ષે, નવરાત્રિ ઉત્સવના સમાપન સાથે, દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિજયાદશમીનો તહેવાર 24 ઓક્ટોબર મંગળવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ કેલેન્ડર અનુસાર, વિજયાદશમીનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે.