Gujarat Rainfall: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ ખરાબ સ્થિતી છે. ત્યાં ગિરનાર પર્વત પરથી પાણી નીચે આવતાં શહેર પાણીમાં ડૂબી ગયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા બહાર પાડ્યા છે. જે અનુસાર રાજ્યમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો છે.


છેલ્લા 24 કલાકના આંકડા


છેલ્લા 24 કલાકમાં સુરતના કામરેજમાં પોણા ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ખેડાના નડિયાદમાં ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના કોડીનારમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના ઓલપાડમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માળીયા હાટીનામાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માણાવદરમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોલમાં સવા બે ઈંચ વરસાદ


માંગરોળ, મેંદરડામાં બે બે ઈંચ વરસાદ


ડેસર, સુરત શહેરમાં બે બે ઈંચ વરસાદ


તાલાલા, વાસો, સુત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદ


ઠાસરા, રાજુલા, કુતિયાણામાં પોણા બે ઈંચ વરસાદ


જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ


વેરાવળ, વિસાવદર, જોડીયામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


ઉમરેઠ, બોરસદ, ઉનામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


વિજાપુર, દાંતીવાડા, ખેરગામમાં દોઢ ઈંચ વરસાદ


ગીર ગઢડા, વઘઈ, અહવામાં સવા ઈંચ વરસાદ


અબડાસા, ધરમપુર, ઉમરગામમાં સવા ઈંચ વરસાદ


જેતપુર, પલસાણા, સાવલીમાં સવા ઈંચ વરસાદ


ભાવનગરના મહુવા, માતર, ઉપલેટામાં એક એક ઈંચ વરસાદ


તારાપુર, મહુધા, ગળતેશ્વરમાં એક એક ઈંચ વરસાદ


ગોધરા, કુકરમુન્ડા, જાફરાબાદમાં એક એક ઈંચ વરસાદ


સુબિર, વિસનગર, વડાલીમાં એક એક ઈંચ વરસાદ


8 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસ્યો વરસાદ


12 તાલુકામાં નોંધાયો પોણો ઈંચ વરસાદ


21 તાલુકામાં નોંધાયો અડધો ઈંચ વરસાદ