અમદાવાદઃ રાજયના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 206 નાયબ મામલતદારોને અન્ય જિલ્લાઓમાં સ્વ-વિનંતીથી જિલ્લા ફેરબદલીથી નિમણુકથી સમાવવા અંગે સબંધિત કલેકટરો દ્વારા રજુ થયેલ ધોરણસરની દરખાસ્ત પરત્વે વિચારણાનાં અંતે શરતોને આધિન 206 નાયબ મામલતદારોને જિલ્લા ફેરબદલી કરી નિમણુકથી સમાવવાનો હુકમ મહેસૂલ વિભાગ દ્વારા કરાયો છે. 


બદલીની યાદી જોવા અહીં ક્લિક કરો...  View Pdf  


પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ


પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની સરકારી જમીન પ્રકરણમાં ગેરરીતિ કરી હોવાના આરોપ સાથે  ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતાં. આવતીકાલે  કાર્યવાહી કરીને રિમાન્ડ માંગવામાં આવે તેવી શક્યતાઓ છે. એસ.કે લાંગાની ધરપકડથી મહેસુલી અધિકારીઓમાં ભારે ફફડાટ છે.  ન્ય કેટલાક અધિકારીઓની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે. 


ગાંધીનગર પોલીસે માઉન્ટ આબુથી લાંગાની ધરપકડ કરી છે.  એસ કે લાંગા ગાંધીનગરના કલેકટર રહી ચૂક્યા છે, જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચાર આચરી ગેરરીતી કરવાના કેસમાં  ધરપકડ કરાઈ છે. 


ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ગાંધીનગર  કલેકટર કચેરીના ચીટનીશ અધિકારી ધ્રુવકુમારે એસ કે લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યા છે. આ ફરિયાદમાં એસ કે લાંગા સામે ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દૂર ઉપયોગ કરવા બાબતની ફરિયાદ નોંધાઇ છે. સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત પણ સામે આવી છે.  નિવૃત્તિ બાદ પણ સરકારી ફાઇલોમાં જૂની તારીખમાં સહી કર્યા હોવાની ફરિયાદ છે.


ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે લાંબા સમયથી ફરિયાદનો કેસ ચાલી રહ્યો છે. ગાંધીનગર ડીવાયએસપી દ્વારા આ કેસને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે આ કેસમાં હજારો પાનાનાં દસ્તાવેજો કબજે કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ તપાસમાં રેવન્યુ જાણકારોની પણ મદદ લઈ લેવામાં આવી  હતી  તેવું જાણવા મળ્યું છે. સરકારને આર્થિક નુકસાન પહોંચાડયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર પોતે ફરિયાદી બની છે. એટલું જ નહીં સરકાર તરફથી ખુદ સરકારના જ પૂર્વ કલેક્ટર સામે ફરિયાદ કરી ગૂનો દાખલ કરાવવામાં આવ્યો હતો.