સોમવારના રોજ અમરેલી અને ભાવનગર બાદ મંગળવારના બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હતા. બોટાદમાં 17, ગઢડામાં 15.48 ઈંચ વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. 10થી વધુ તાલુકામાં 17 ઈંચ સુધીના વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. 

Continues below advertisement


21 ડેમ હાઇએલર્ટ પર


ભારે વરસાદને પગલે રાજ્યના 206 પૈકી 21 ડેમ હાઈએલર્ટ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા સાત ડેમ હાઈએલર્ટ છે. તો 80થી 90 ટકા ભરાયેલા છ ડેમ એલર્ટ પર છે.  70 થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે.


રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા  છે. NDRFની 12 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.  રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ  વરસ્યો હતો.


તે સિવાય બોટાદના બરવાળામાં પોણા આઠ ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં સવા છ ઈંચ, બોટાદ તાલુકામાં સાડા પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના મુળીમાં સાડા પાંચ ઈંચ, જામનગરના જોડીયામાં સાડા પાંચ ઈંચ, ભાવનગરના ઉમરાળામાં પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં પાંચ ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં સવા ચાર ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં ચાર ઈંચ, બોટાદના રાણપુરમાં પોણા ચાર ઈંચ, કચ્છના ગાંધીધામમાં સાડા ત્રણ ઈંચ, બનાસકાંઠાના દિયોદરમાં સાડા ત્રણ ઈંચ, અમદાવાદના ધંધુકામાં સાડા ત્રણ ઈંચ, આણંદના બોરસદમાં સવા ત્રણ ઈંચ, કચ્છના અંજારમાં ત્રણ ઈંચ, આણંદના પેટલાદમાં ત્રણ ઈંચ, કચ્છના નખત્રાણામાં ત્રણ ઈંચ, આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ, મોરબીના માળીયામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.


તે સિવાય અમદાવાદના ધોલેરામાં અઢી ઈંચ, ભાવનગરના સિહોરમાં અઢી ઈંચ, આણંદ તાલુકામાં સવા બે ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં સવા બે ઈંચ, અમદાવાદના દસક્રોઈમાં સવા બે ઈંચ, મોરબી તાલુકામાં સવા બે ઈંચ, ચોટીલા, વઢવાણમાં સવા બે ઈંચ, ભચાઉ, વાંકાનેરમાં સવા બે ઈંચ, કલ્યાણપુર, તારાપુરમાં બે બે ઈંચ, અબડાસા, ભૂજ, રાપરમાં પોણા બે ઈંચ, જામનગર, દ્વારકામાં પોણા બે ઈંચ, પાટણ ખંભાળીયામાં પોણા બે ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ, વલસાડના ઉમરગામમાં પોણા બે ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં પોણા બે ઈંચ, 30 તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.