બોટાદઃ ભાજપ શાસિત નગર પાલિકામાં એક સાથે 22 સભ્યોએ રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. બોટાદ નગરપાલિકાના વિવિધ સમિતિ અને ચેરમેનોએ નગરપાલિકા ઈન્ચાર્જ ચીફ ઓફિસરને રાજીનામાં આપ્યા. બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે . સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન, ગટર સમિતિ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક સહિત વિવિધ સમિતિના 22 સભ્યોએ લેખિતમાં રાજીનામાં આપ્યા. નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અને ઉપ પ્રમુખની મનમાની અને ભ્રષ્ટાચાર કરતા હોવાના ભાજપના સભ્યએ આરોપ લગાવ્યા. આગામી દિવસોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન રાજીનામાં આપે તેવી સભ્યો દ્વારા માંગ કરાઈ.


નીતિન પટેલે કોંગ્રેસના કયા નેતાને કહ્યું, 'તમારે બારમુ જ છે, ઉજવણી ક્યાય નથી'
ગાંધીનગરઃ ભાજપના સિનિયર ધારાસભ્ય નિતિન પટેલે એક પ્રશ્નનો ચાવડાને વળતો જવાબ આપતાં કહ્યું કે, તમારે બધુ બદલાયું છે. તમારે બારમુ જ છે. ઉજવણી ક્યાંય નથી. હજુ તમારુ બધું ઓછું થવાનું છે.  એ પણ અમે જ કરશું. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, યુજીસીના નિયમો મુજબ રાજ્યમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક થતી નથી. હાલ રાજ્યમા જે વીસી લાયકાત વગરના છે એમને રદ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ લખવુ પડ્યુ છે કે યથા રાજા તથા પ્રજા. તેમણે કહ્યું કે, સરકાર કરેલા કામો સમજાવવામાં નિષ્ફળ થાઓ છો એટલે તમારે ઉત્સવો કરવા પડે છે. અડવાણીએ ઈવીએમ પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી.


ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને સિંચાઇ માટેના પાણી મુદ્દે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને સિંચાઈ માટે 31મી માર્ચ સુધી પાણી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાક માટે અને ઉનાલુ પાક માટે વીજળીની જરૂરિયા વધી છે. પૂરવઠો નિયમિત મળી રહે અને અન્યાય ન થાય એ માટે ઉર્જા મંત્રી કનનુ દેસાઈની ચેમ્બરમાં મિટિંગ હતી. જેમાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત હતા. 8 કલાક વીજળી પૂરા વોલ્ટેજ થી 8 કલાક સતત વિજળી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ સમસ્યા થાય તો છેલ્લે 6 કલાક વીજળી તો આપવામાં આવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં બાળકોના રસીકરણનો કરાવ્યો પ્રારંભ
ગાંધીનગરઃ દેશભરમા આજથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થયું છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બાળકોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગરના બોરીજથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ૧૨ થી ૧૪ વર્ષના બાળકો માટે કોર્બેવેક્સ રસીને મંજૂરી આપવામાં આવી છે. અંદાજીત ૨૨ લાખ બાળકોને રસીકરણ અભિયાનમા આવરી લેવામા આવશે.


Surendranagar : ચોટીલાના પૂર્વ ધારાસભ્યનું નિધન, સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી


સુરેન્દ્રનગરઃ સાયલા-ચોટીલાનાં પુર્વ ધારાસભ્ય મહેશભાઇ મકવાણાનું ધજાળા ખાતે દુઃખદ અવસાન થયું છે. વર્ષો જૂના અને પીઢ તેમજ અનુભવી રાજકારણીયનાં અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ. તેઓનાં પિતા સ્વ. કરમશીભાઈ મકવાણા કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.