Gujarat Corona Case Update: રાજ્યમાં આજે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે 331 કોરોનાના કેસ સામે આવ્યા હતા જેની સામે આજે 254 કેસ નોંધાયા છે. જો કે, આજે કોરોનાથી એક દર્દીનું મોત પણ નિપજ્યું છે. સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 73 કેસ નોંધાયા છે. આ સિવાય સુરત જિલ્લામાં 46, રાજકોટમાં 3 તેમજ વડોદરા જિલ્લામાં 37 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં 10, અમરેલી-વલસાડમાં 8-8 તેમજ ગાંધીનગર જિલ્લામાંથી નવા 17 સંક્રમિતો નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 1917 પર પહોંચ્યો છે.


કોરોના મહામારીને લઈ આદર પૂનાવાલાએ કરી રાહતરૂપ 'ભવિષ્યવાણી'


 કોરોના ધીમે ધીમે ફરી એકવાર માથુ ઉચકી રહ્યો છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કેસોમાં વધારો થયો છે. આગામી સમયમાં કોરોના મહામારી વધારે વિકરાળ બનશે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ કોરોનાની વેક્સીન બનાવનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કોરોનાના વર્તમાન વેરિએંટને લઈને મહત્વની જાણકારી આપી છે. 


અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે કોવિડ-19નો વર્તમાન સ્ટ્રેન માઈલ્ડ છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) એ કોવેક્સ રસીના 5-6 મિલિયન ડોઝનું ઉત્પાદન કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,193 નવા COVID-9 કેસ નોંધાયા છે. ચેપના સક્રિય કેસોની સંખ્યા હવે વધીને 67,556 થઈ ગઈ છે.


અદાર પૂનાવાલાએ કોરોના મહામારીને લઈને રાહત આપતું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, હાલનો કોવિડ બહુ ગંભીર નથી. તે માત્ર એક માઈલ્ડ સ્ટ્રેન છે. માત્ર સાવચેતીના પગલા રૂપે વડીલો બૂસ્ટર ડોઝ સપ્લિમેન્ટ્સ લઈ શકે છે, પરંતુ તે તેમની પસંદગી હશે કે તેઓ તેને લેવા માગે છે કે નહીં. Covaxના 5 થી 6 મિલિયન ડોઝ ઉપલબ્ધ છે. અમે આગામી 2 થી 3 મહિનામાં સમાન માત્રામાં કોવિશિલ્ડ સપ્લીમેન્ટ્સનું ઉત્પાદન પણ કરીશું તેમ તેમને જણાવ્યું હતું. 


મહારાષ્ટ્રમાં XBB.1.16નો ખતરો વધ્યો


મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય બુલેટિન અનુસાર, Omicronના XBB.1.16 પ્રકાર હાલમાં રાજ્યમાંડોમિનેંટ સ્ટ્રેન છે. કેન્દ્રએ શુક્રવારે 8 રાજ્યો, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રને દરેક ક્ષેત્રમાં કડક તકેદારી રાખવા અને ચેપના કોઈપણ ઉભરતા સ્ટ્રેનને નિયંત્રિત કરવા કડક પગલાં લેવા જણાવ્યું હતું. અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, અમે અમેરિકા અને યુરોપમાં કોવેક્સ પ્રદાન કરી રહ્યા છીએ. ભારતમાં બનેલી આ એકમાત્ર કોવિડ રસી છે જેને અમેરિકા અને યુરોપમાં મંજૂરી આપવામાં આવી છે. હાલમાં તેની માંગ ઘણી ઓછી છે.