Gujarat Corona Case Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ  સામે આવી રહ્યા છે.   આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 283 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે. 


આજે રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે 3 લોકોના મોત થયા છે.  અમદાવાદ શહેરમાં 127 કેસ નોંધાયા છે.   વડોદરા કોર્પોરેશન 29, સુરત કોર્પોરેશન 25, વડોદરા 14, મહેસાણા 13, વલસાડ 11, ગાંધીનગર કોર્પોરેશન 10 કેસ નોંધાયા છે.   રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા નોંધાયો છે. તેમજ આજે 217 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2309 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે.     


દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, સતત ચોથા દિવસે આવ્યા 10 હજાર કેસ


કોરોનાના વધતા કેસોથી સમગ્ર દેશમાં ફરી ડરનો માહોલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 093 નવા કેસ નોંધાયા છે. આ આંકડાઓ બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 57 હજાર 542 થઈ ગઈ છે.


દેશમાં છેલ્લા 24 કલાકમાં, 6,248 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે, જેના કારણે ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 4,42,29,459 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર્દીઓના સ્વસ્થ થવાનો દર હાલમાં 98.68 ટકા છે. દેશમાં ભૂતકાળમાં કેસોની સંખ્યા 10 હજારથી વધુ રહી છે. શનિવારે 10,753 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે આ આંકડો 11,109 પર પહોંચી ગયો હતો. તેના એક દિવસ પહેલા ગુરુવારે 10,158 કેસ નોંધાયા હતા.


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 807 રસીના ડોઝ સાથે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે., કોરોનાના કારણે 23 લોકોના મોત થયા છે, જે પછી કુલ મૃત્યુઆંક 5 લાખ 31 હજાર 114 પર પહોંચી ગયો છે. એવું પણ કહેવામાં આવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 79 હજાર 853 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.


મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ


શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 660 નવા કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે મૃત્યુના બે કેસ નોંધાયા છે. એક દિવસ પહેલા રાજ્યમાં કોરોનાના 1,152 નવા કેસ નોંધાયા હતા અને ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા કેસ નોંધાયા પછી કુલ કેસોની સંખ્યા વધીને 81,55,189 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને 1,48,477 થઈ ગયો છે. રાજ્યમાં મૃત્યુ દર 1.82 ટકા છે. મહારાષ્ટ્રમાં 539 દર્દીઓ સ્વસ્થ થયા બાદ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધીને 80,00,665 થઈ ગઈ છે.