ગુજરાતમાં 3 દિવસ હીટવેવની આગાહી, જાણો કયા પડશે કાળઝાળ ગરમી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 May 2020 04:17 PM (IST)
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. બુધવારથી શુક્રવાર દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે.
ગાંધીનગર : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. બુધવારથી શુક્રવાર દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા,સાબરકાંઠા,સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમી પડશે. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. લોકડાઉન અને ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડતા જ વાહનો રસ્તા પર જોવા મળી રહ્યા છે. શહેરમાં પણ આગામી ચાર દિવસ સુધી ગરમીનો પ્રકોપ જોવા મળશે.