ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સાબરકાંઠાના અનેક ગામડાઓમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.


ગરમીના પ્રકોપ વચ્ચે આજે સવારે અચાનક સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામડાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માવઠા જેવો માહોલ સર્જાતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ગામડાઓમાં વાદળછાયા વાતવરણના કારણં ઠંડક પ્રસરી ગઈ હતી.

સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, તલોક, ખેડબ્રહ્મા સહિતના તાલુકાઓમાં વહેલી સવારથી આકાશમાં કાળા વાદળો જોવા મળ્યાં હતા જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાંના ગામડાઓમાં પણ માવઠા જેવી સ્થિતિ સર્જાતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.