બનાસકાંઠાના ચિંત્રામણી બાલારામ બ્રિજ પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ડિવાઈડર પર ગાડી ચડી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. કારમાં સવાર લોકોને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતાં.
બનાસકાંઠા જિલ્લાના ચિંત્રામણી બાલારામ બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર બ્રિજ પર જઈ રહી હતી ત્યારે અચાનક ડિવાઈડર પર ચડી ગઈ હતી જેના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્મતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
બ્રિજ પર અકસ્માત સર્જાતાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળાં વળ્યાં હતાં. કાર રાજસ્થાનથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર લોકોને બહાર કાઢવા ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.
કાર ડિવાઈડર પર ચડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા: બ્રિજ પર કાર ડિવાઈડર પર ચડી જતાં સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત, કારનો નિકળી ગયો કચ્ચરઘાણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2020 09:38 AM (IST)
બનાસકાંઠાના ચિંત્રામણી બાલારામ બ્રિજ પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ડિવાઈડર પર ગાડી ચડી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -