અમદાવાદઃ ગુજરાત સરકારે  પોલીસ સેવામાં ફરજ બજાવતા ત્રણ નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારધારી) વર્ગ 1 સંવર્ગ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં એ.બી.વાળંદની વિભાગીય પોલીસ અધિકારી, સુરેન્દ્રનગરથી વિભાગીય પોલીસ અધિકારી, વિસનગરમાં બદલી કરવામાં આવી છે.


એમ.બી. વ્યાસ વિભાગીય પોલીસ અધિકારી, વિસનગરની નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, બોટાદ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે ચેતન મુંધવાની વિભાગ પોલીસ અધિકારી, પશ્ચિમ રેલવે અમદાવાદથી વિભાગીય પોલીસ અધિકારી, લીંબડી ખાતે બદલી કરવામાં આવી છે.