ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આજે વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ છે. આજે ગૃહમાં સરકારે કબૂલાત કરતાં જણાવ્યું કે, રાજ્યમાં શહેરી વિસ્તારમાં 123 પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળાને બંધ કરવામાં આવી છે. એક પણ વિદ્યાર્થી ન હોવાથી શાળાને બંધ કરવામાં આવી હોવાની સરકારે કબૂલાત કરી હતી.
આ ઉપરાંત જણાવ્યું કે, રાજકોટ મોહનદાસ ગાંધી વિદ્યાલયને મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવવાના કારણે બંધ કરવામાં આવી છે. રાજ્ય સરકારે 1157 નવી પ્રાથમિક શાળા અને 2816 પ્રાથમિક શાળાને વર્ગ વધારવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે 246 નવી માધ્યમિક શાળાઓ અને 569 માધ્યમિક શાળાને વર્ગ વધારાની મંજૂરી આપી હોવાનું વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
ગત સપ્તાહે ગુજરાતના મંત્રીમંડળની બેઠકમાં વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ શાળાઓ ખુલશે નહીં. જેથી રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકશે નહીં. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે.
ટાઈમ મેગેઝીનના વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં મોદી સિવાય કયા ભારતીયોને મળ્યું સ્થાન ? નામ જાણીને ચોંકી જશો
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
રાજ્યમાં કેટલી શાળાઓ બંધ કરવામાં આવી હોવાની સરકારે વિધાનસભામાં કરી ચોંકાવનારી કબૂલાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Sep 2020 04:54 PM (IST)
રાજ્ય સરકારે 1157 નવી પ્રાથમિક શાળા અને 2816 પ્રાથમિક શાળાને વર્ગ વધારવાની મંજૂરી આપી છે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -