ગાંધીનગર: રાજ્ય પોલીસ બેડા માં બઢતી બદલી નો દોર યથાવત છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીની જાહેરાત પહેલાં બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે. રૂપાણી સરકારે રાજ્યના ત્રણ IPS અધિકારીઓને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આપ્યું છે.
નરસિમ્હા એન કોમર , પ્રફુલા રૌશન અને એ પાંડ્યનને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે અશોકકુમાર યાદવ અને એસ કે ગઢવીને DIGમાંથી IGનું પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ સિવાય 27 જેટલા પ્રોબેશનલ dyspને સ્થળની ફાળવણી કરવામાં આવી છે.