રાજયમાં રવિવારથી કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામા આવી છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં રવિવાર અને સોમવારે કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરાઈ છે.


રાજયમાં આજે 8.8 ડિગ્રી સાથે ગાંધીનગર શહેર સૌથી ઠંડું શહેર રહ્યું છે. અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 11.1 ડિગ્રી નોંધાયું છે.રાજયના માછીમારોને ઉત્તર પશ્ચિમ અરબસાગરમાં આજે અને આવતીકાલે માછીમારી કરવા ન જવા ચેતવણી આપવામા આવી છે.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ઉત્તરનો પવન ફૂંકાતા ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આવનારા થોડાક દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.