પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસ નોંધાયા છે. કાલોલ, હાલોલ અને કંડાચમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસ નોંધાયા છે. નવા વિસ્તારોમાંથી કોરોના પોઝીટિવ કેસ સામે આવતા લોકોમાં ચિંતા છે.

હાલોલના નગીનાપાર્ક વિસ્તારના 42 વર્ષીય મહિલાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે કાલોલના 53 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે કંડાચના ફાટક ફળીયાના 42 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે કુલ 11 લોકોના મોત થયા છે. જ્યારે જિલ્લમાં કોરોના વાયરસના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 114 પર પહોંચી છે.