Veraval News:ગીર સોમનાથના વેરાવળના ખારવાવાડમાં મકાન ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. જેમાં ત્રણ વ્યક્તિના  મોત થયા છે.જ્યારે 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.મૃતકમાં  માતા-પુત્રી દેવકીબેન સૂયાની, જશોદાબેનનો  સમાવેશ થાય છે.   રાત્રે દોઢ વાગ્યે આ  દુર્ઘટના સર્જાઇ હતી.  આ ઘટનામાં  મકાન નીચે ઉભેલા બાઈક ચાલકનું પણ મોત થયું છે. મકાન 80 વર્ષ જૂનું હોવાનો સ્થાનિકોનો દાવો કરવામાં આવ્યો  છે.

મળતી માહિતી અનુસાર,  મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બાદ તરત જ ફાયર ફાઈટર, પોલીસ, નગરપાલિકાની ટીમ, તેમજ ખારવા સમાજના આગેવાનો અને યુવાનોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. રાતે શરૂ થયેલી આ કામગીરી વહેલી સવારે 4:30 વાગ્યા સુધી ચાલી હતી. બચાવ કામગીરી દરમિયાન શંકર સૂયાની અને અન્ય એક મહિલાનું રેસક્યુ કરવામાં આવ્યું હતું.  સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર, આ 80 વર્ષ જુનુ હોવાથી ખૂબ જ જર્જરિક હતું,  આ દુર્ઘટનાન કારણે સમગ્ર  ખારવાવડ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મૃતકોની યાદી

  1. દિનેશ પ્રેમજી જુંગી (ઉંમર: 34 વર્ષ - બાઇકસવાર)
  2. દેવકીબેન શંકરભાઈ સૂયાની (માતા)
  3. જશોદાબેન શંકરભાઈ સૂયાની (પુત્રી)

ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક સ્થાનિકે સમગ્ર ધટના વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતુ કે, રવિવારે રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ અમે ગરબામાંથી આવ્યા અને અમે બહાર વા બેઠા હતા. ત્યારે જ આ મકાન પત્તાની જેમ અચાનક ઘરાશાયી થયું. પહેલા થોડા પથ્થર પડવાનું શરૂ થયું બાદ  આખું મકાન પડી ગયું. આ મકાનમાં અંદર માતા પુત્રી હતા જેમનું મોત થયું છે. તેમજ બહાર મકાન નજીક ઉભેલા બાઇકર્સનું પણ મોત થયું છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ધરાશાયી થયેલું આ મકાન અંદાજે 80 વર્ષ જૂનું હતું અને લાંબા સમયથી તેની હાલત જર્જરિત હતી. જૂના અને જર્જરિત મકાનોની જાણ હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતાં આ કરુણ દુર્ઘટના સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.આ દુર્ઘટનાને પગલે સમગ્ર ખારવા સમાજ અને વેરાવળ શહેરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મૃતકોના પરિવારો પર આવી પડેલા આ દુઃખના પહાડથી સૌકોઈ ગમગીન છે.