પંચમહાલ: મહિસાગર નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. આ દૂર્ઘટનામાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે જ્યારે બે યુવકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મોતને ભેટનાર યુવકનું નામ સુરેશ વિક્રમ છે અને તેની ઉંમર વર્ષની હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થનારનું  રાજુ વિજય છે અને તેની ઉંમર 15 વર્ષની છે. તેમની સામે 17 વર્ષીય પૃથ્વી સંજય પણ હાલ સારવાર હેઠળ છે. હાલોલ તાલુકાના લાલપરી ગામનો પરીવાર મહીસાગર નદી ખાતેના મંદિરમાં માનતા પૂરી કરવામાં માંટે આવ્યો હતો. આ દરમિયાન યુવકો નદીમાં ડૂબ્યા હતા. 


આ બે દિવસે ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ


ગુજરાતમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે. ચોમાસુ ક્યારે બેસશે તેને લઈને હજુ કોઈ ચોક્કસ સ્પષ્ટ થયું નથી. હવામાન વિભાગના મતે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય તે માટે હજુ જે સિસ્ટમ બનવી જોઈએ તે નથી બની રહી અને તેને લઈને ચોમાસામાં વિલંબ જોવા મળી રહ્યો છે.


 



હજુ અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધ્યું નથી. પરંતુ રાજ્યમાં એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે તેને લઈને 27 તારીખ બાદ વરસાદની ગતિવિધિ સ્પષ્ટ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદ રહેશે અને 25 અને 26 જૂને વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગનુ અનુમાન છે.


બનાસકાંઠામાં વાવાઝોડા બાદ વરસેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. સરહીય વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાવના ટડાવથી ચોટીલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. સાથે જ 20થી વધારે એકરની જમીનમાં પણ પાણી ભરાયા હતા. જો કે હાલ તો વરસાદ વરસી રહ્યો નથી પરંતુ વરસાદના પાણી ભરાયેલા હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


થરાદ પંથકમાં પણ વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. ભડોદર નજીક રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રોડની સાઈડમાં આવેલ ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા. સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ આજ પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી પરંતુ પાણીનો નિકાલ થયો નથી.









અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે, જૂલાઇમાં ભારે વરસાદથી તાપી અને નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થશે. નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે. જૂનના અંતમાં અથવા જૂલાઇમાં મુંબઇમાં વરસાદની શરૂ થશે. અંબાલાલે કહ્યું હતું કે ચોમાસુ કર્ણાટકમાં ગૂંચવાયું છે પરંતુ જૂલાઇમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદ પડશે. સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની પણ આગાહી કરવામાં આવી છે.