Gujarat Rain Update:ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધ્યું  છે. ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છમાં આજે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તા જળમગ્ન થયા છે. કચ્છમાં ભારે વરસાદના કારણે પુલ તૂટી ગયો છે. કચ્છના વાગડમાં ધોધમાર વરસાદના કારણે રાપરના સુવઈ અને ગવરીપરને જોડતો પૂલ તૂટી પડ્યો છે. જેના કારણએ સુવઈ અને ગવરીપરનો સંપર્ક તૂટ્યો છે.  ધોધમાર વરસાદથી વાગડ પંથકમાં પણ અનેક માર્ગો બંધ થયા છે. હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

Continues below advertisement

ભારે વરસાદના કારણે રાજ્યમાં  339 રોડ બંધ છે.  રાજ્યમાં 2 નેશનલ હાઈવે વરસાદના કારણે બંધ છે.12 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 310 માર્ગ બંધ છે. રાજ્ય સરકાર હસ્તકના અન્ય 15 માર્ગ બંધ છે. વલસાડના 40, મહીસાગરના 39 માર્ગ પણ બંધ છે. નવસારીના 33, તાપી-સુરતના 28-28 માર્ગ બંધ થયા છે.સાબરકાંઠાના હિંમતનગર- ધનસુરા સ્ટેટ હાઈવે પર ભરાયું પાણી છે. હડિયોલ ગામ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે પર  પણ પાણી ભરાયું છે. વરસાદી પાણી રોડ રસ્તા અને લોઅર બ્રીજ પર ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્ટેટ હાઈવે જળમગ્ન થયો છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતાં છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કયાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરરસ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગઇ છે. આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન પરથી પસાર થઇને હવે આ સિસ્ટમ રાજસ્થાન ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેના વિસ્તારમાં સ્થિર છે. આ સિસ્ટમની ગતિને જોતા હવામાન વિભાગે સિસ્ટમ પાકિસ્તાન તરફ ગતિ કરે તેવી આગાહી કરી છે. જેના પગલે ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદનું પ્રમાણ ઘટી જશે.

Continues below advertisement

આજે ક્યાં વરસશે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ આજે  ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં હળવા વરસાદ રહેશે, ખાસ કરીને  કચ્છમાં આગામી 2 દિવસ હજુ પણ ભારે વરસાદ વરસતો રહેશે, કચ્છમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે.  જો કે અન્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. કચ્છમાં આજે અને આવતી કાલ સુધી ભારે વરસાદનું અનુમાન છે.

ભારે વરસાદ ક્યાં વરસશે.

કચ્છના વિસ્તારો, બનાસકાંઠા, પાટણ,  મોરબી, જામનગર, ગીરસોમનાથ,  દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં આજે ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી મોટાભાગના વિસ્તારમાંથી વરસાદનું પ્રમાણ ઘટી જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદ, ખેડા, આણંદ,પંચમહાલ, છોટાઉદેપુર,  વડોદરા, વલસાડ, તાપી, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, નર્મદા ભરૂચ સુરત,તાપી, વલસાડ, નવસારીમાં હવે વરસાદનું જોર ઘટતું જોવા મળશે. જો કે  આગામી 2 દિવસ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં  આજે ભારે વરસાદ વરસશે જો કે આવતીકાલથી કચ્છને છોડીને તમામ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.